November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

ડીસ્ટ્રીકટ લેવલ ટાસ્ક ફોર્સની મિટીંગનું થયું આયોજ

Share with:


દીવ કલેકટર શ્રીમતિ સલોની રાયની અધ્યક્ષતામાં
ડીસ્ટ્રીકટ લેવલ ટાસ્ક ફોર્સની મિટીંગનું થયું આયોજન

    આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા દીવ કલેકટર શ્રીમતિ સલોની રાયની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ લેવલ ટાસ્ક ફોર્સની મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ કમિટીનું મુખ્ય કાર્ય કોવિડની આ મહામારીમાં માર્ચ ૨૦૨૦ પછી જે પણ બાળકોના માતા-પિતા અથવા માતા કે પિતા માંથી કોઈ એક વ્યક્તિનું કોવિડ-૧૯ કે અન્ય કારણોસર અવસાન થયેલ હોય તેવા બાળકોના દરેક કાયદેસરના હકોના રક્ષણ માટે યોગ્ય પગલા લેવામાં આવે.
    આ કમિટી નીચે મુજબના બાળકોને લગતા મુખ્ય કાર્યો પર દેખરેખ રાખશે જેમ કે, બાળકોને કોવિડ-૧૯થી બચાવ અંગેની દરેક સુરક્ષા પૂરી પાડવી, આવા બાળકો અનૈતિક પ્રવૃતિઓના ભોગ ન બને જેમકે બાળ મજુરી અને બાળકોની હેરાફેરી વગેરે, બાળકોના શિક્ષણથી સંબંધિત માહિતી, જરૂરિયાત ધરાવતા બાળકોને સ્પોન્સરશીપ અને ફોસ્ટર કેરની સુવિધા ઉપલબ્ધ કરાવવી, જે બાળકોના પિતાનું અવસાન થયેલ છે તેમની માતાઓનું વહેલીતકે વિધવા પેન્શન શરુ કરાવવું, બાળકોના કુટુંબને રાશન કાર્ડ ઉપલબ્ધ કરાવવું, ૦ થી ૧૮ વર્ષની ઉમરના બાળકોના દરેક હકોનું રક્ષણ, અસરગ્રસ્ત બાળકો અને તેમના વાલીઓનો તાત્કાલિક સંપર્ક અને માતા કે પિતાના મૃત્યુની માહિતી લેવી, શક્ય હોય તેટલી વહેલી તકે બાળકોને સી.ડબલ્યુ.સી. સમક્ષ રજુ કરવા, જરૂરિયાત ધરાવતા બાળકોને પર્યાપ્ત ખાધ સામગ્રી તેમજ રાશન પૂરું પાડવું, બાળકોના કુટુંબમાં ૧૮ વર્ષથી ઉપરની વય ધરાવતા દરેક વ્યક્તિઓનું રસીકરણ કરાવવું, સમયાંતરે સંબંધિત દરેક બાળકોની ગૃહ મુલાકાત વગેરે જેવા બાળકોને લગતા વિવિધ કાર્યો પર દેખરેખ રાખશે અને સમયાંતરે યોજવામાં આવનાર મિટીંગમાં જરૂરી માર્ગદર્શન આપશે.
    દીવ કલેકટર શ્રીમતિ સલોની રાયે જણાવેલ કે, દરેક બાળકોના શિક્ષણની હાલની સ્થિતિની માહિતી લેવી, જરૂરિયાત ધરાવતા બાળકોની ઓળખ કરી સી.એસ.આર. ફંડ માંથી આર્થિક સહાય પૂરી પાડવી, બાળકોને સ્પોન્સરશીપ અંતર્ગત આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ શરુ કરવા પ્રોત્સાહિત કરવું, વિધવા પેન્શન માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે, આવકનો દાખલો, ડોમીસાઈલ સર્ટિફીકેટ વગેરે વહેલીતકે જારી કરી વિધવા પેન્શન શરુ કરાવવામાં આવે વગેરે જેવી સુચના આપેલ હતી

Share with: