November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

સગર્ભા બહેનો માટે રસી ઉપલબ્ધ

Share with:


દીવ જિલ્લામાં કોવિડ રસીકરણ અંતર્ગત 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા સગર્ભા બહેનો ને પણ કોવિડ રસીકરણ કરવા માટે છૂટ આપવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેર પહેલા તમામ સગર્ભા બહેનો ને કોવિડ રસીકરણ માં આવરી લેવા દીવ કલેકટર સલોની રાય મેડમના માર્ગદર્શન હેઠળ સી.એચ.સી. ઘોઘલા ખાતે આજે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. વિનાયકુમાર દ્વારા તમામ મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ., એ
એન.એમ. બહેનો અને હેલ્થ સ્ટાફ ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું. હેલ્થ ઓફિસર ડો. સુલતાન દ્વારા રસીકરણ નું મહત્વ સમજાવતા જણાવેલ કે, તમામ સગર્ભા બહેનો માટે રસી ઉપલબ્ધ છે અને વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત છે, તો નજીકના રસીકરણ કેન્દ્ર પર રસી લેવા અનુરોધ કરવામાં આવેલ.

Share with: