October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

સ્તનપાન સપ્તાહ ઉજવણી – વણાંકબારા

Share with:


મહિલા શક્તિ કેન્દ્ર તેમજ પોષણ અભિયાન દિવ નાં સયુંકત ઉપક્રમે સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિત્તે જલારામ સોસાયટી વણાંકબારા આંગણવાડી મુકામે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી , દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા – નિર્દેશન તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી નવજાત શિશુ બાળકોના સ્તનપાન અંગે જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર , પોષણ અભિયાન અને બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દિવ વિભાગ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિતે જલારામ સોસાયટી વણાંકબારા આંગણવાડી મુકામે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત
બાળકનાં સર્વાંગી વિકાસ માટે ગર્ભાવસ્થા થી લઈ બાળ જન્મ ,પાંચ વર્ષ સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.કાંગરુ મધર કેર , નવજાત શિશુના જન્મ સમયથી લઈ એક કલાક સુધીમાં માતાનું સ્તનપાન ફરજીયાત કરાવવું , તેમજ બાળકને હૂંફ આપવી જોઈએ.માતા અને બાળક બંનેના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે નિયમિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ આહાર લેવો જોઈએ.સાથો – સાથ મહિલા શક્તિ કેન્દ્ર અને વન સ્ટોપ સેન્ટર ઉપરોક્ત વિષય અન્વયે વિભાગના મુખ્ય સેવિકા શ્રીમતી કોકિલાબેન શરદચંદ્ર , તેમજ ડિસ્ટ્રીકટ કો ઓડીનેટર દેવાંગ પારકરા દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ શ્રીમતી ગાયત્રી આર જાટ (બાલ વિકાસ પરિયોજના અધિકારીશ્રી)નાં નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો.તેમજ આ તકે ડિસ્ટ્રીકટ કો ઓડીનેટર દીપા વાજા તેમજ અશ્વિની બેન કાઉન્સેલર હાજર રહ્યા હતા.વિભાગના જિલ્લા સમન્વયક શ્રી દેવાંગ પારકરા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

I7

Share with: