October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

આઝાદી ના અમૃત’ અને “સ્વતંત્રતા દિવસ” ની ઉજવણીને દીવ જિલ્લા કલેકટર દ્વારા બોલાવવામાં આવી બેઠક

Share with:


આઝાદી ના અમૃત’ અને “સ્વતંત્રતા દિવસ” ની ઉજવણીને દીવ જિલ્લા કલેકટર દ્વારા બોલાવવામાં આવી બેઠક

આઝાદીને 75 વર્ષ પૂર્ણ જેને લઇ દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે” *આઝાદી નો અમૃત મહોત્સવ”


  • આજરોજ કલેકટર શ્રીમતી સલોની રાય દ્વારા ઓફિસર તથા કર્મચારીઓ સાથે કલેકટર કોન્ફરન્સ હોલમાં બેઠક આયોજન કર્યું હતું બેઠક દરમિયાન આઝાદી નો અમૃત મહોત્સવ તથા સ્વતંત્ર દિવસની ઉજવણી પર ચર્ચા કરવામાં આવી, દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય એ પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉજવણી દરમિયાન થનાર કાર્યક્રમ વિશે ચર્ચા કરી અને તેઓ પાસે સુજાવ જાવ પણ માંગ્યા હતા

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ સ્વતંત્ર ને 75 વર્ષ પૂર્ણ થવા થી આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે, આઝાદી નો અમૃત મહોત્સવ સ્વતંત્રતા ની 75 મી વર્ષ ગાંઠ ઉજવવા ભારત સરકાર દ્વારા કાર્યક્રમો ની એક શ્રૃંખલા છે, જે ઉપલક્ષ્યમાં 12 માર્ચ ભારતીય ઈતિહાસ નો વિશેષ દિવસ છે, જ્યારે આજ ના દિવસે જ 1930 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના નેતૃત્વ મા દાંડી યાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી, આ પ્રસંગે ભારત સરકાર ના નિર્દેશ અને દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદીપ ના પ્રશાસક પ્રફુલ પટેલ ના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન મા 12 માર્ચ 2021 માં દીવ માં આઝાદી નો અમૃત મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી, આ કાર્યક્રમ ની શરૂઆત દીવ ના આઈએનએસ ખૂખરી ના પ્રાંગણ માં કરવામાં આવી હતી, ઉજવણી દરમિયાન વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આઝાદી નો અમૃત મહોત્સવ નિમિત્તે તારીખ 11 ઓગસ્ટ 2021 થી 14 ઓગસ્ટ સુધી દીવ જીલ્લા માં રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, સાઈકલ રેલી, ટી-શર્ટ પેઇન્ટિંગ, દેશ ભક્તિ ગીત સ્પર્ધા, ફેશ પેઇન્ટિંગ તથા આઝાદી નો અમૃત મહોત્સવ પર અમ્રેલા પેઇન્ટિંગ, સેડ આર્ટ, નુક્કડ નાટક જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવણી દરમિયાન દાદરા નગર હવેલી દમણ અને દીવ ના પ્રત્યેક જીલ્લા માં 25 – 25 કાર્યક્રમો નું આયોજન કરવું જેમાં થી દીવ જીલ્લા માં પહેલા જ છ કાર્યક્રમ નું આયોજન થઈ ગયું છે, તથા ઉપરોક્ત સમય દરમિયાન 19 કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે, આ કાર્યક્રમો મા ભારત ના ગૌરવશાળી ઈતિહાસ અને તેમના પરંપરા ની ઝાંખી જોવા મળે છે, આ કાર્યક્રમ ના માધ્યમ થી સનાતન ભારત ના ગૌરવ ની જલક આધુનિક ભારત ની ચમક તથા આપણા વૈજ્ઞાનિકો ની પ્રતિભા અને સામર્થ્ય ના દર્શન પણ થશે,

આ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવણી દરમિયાન કોરોના ને અનુલક્ષી ને જે સરકારી ગાઈડ લાઈન છે તેનું પણ ચૂસ્ત પણે પાલન કરવું જરૂરી છે,

Share with: