November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દિવાળી વેકેશનમાં સુરત થી સૌરાષ્ટ્ર ની એક્સ્ટ્રા બસો માં ઉના,મહુવા,રાજુલા સહિતના તાલુકા નો સમાવેશ કરવા માંગ

Share with:


દિવાળી વેકેશનમાં સુરત થી સૌરાષ્ટ્ર ની એક્સ્ટ્રા બસો માં ઉના,મહુવા,રાજુલા સહિતના તાલુકા નો સમાવેશ કરવા માંગ

યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ રસિક અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

તા.૧૮

સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓના લોકો સુરતમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયેલા છે તેવો દિવાળી વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રમાં માદરે વતન આવતા હોય છે જેમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એસટી બસો ફાળવવામાં આવતી છે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર માટે એસટી વિભાગ દ્વારા બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તેમાં ઉના,ગીર ગઢડા, રાજુલા, જાફરાબાદ, ખાંભા મહુવા સહિતના તાલુકાઓની બાદબાકી કરતા યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખતા રજૂઆત કરી હતી કે દર વર્ષે દિવાળી વેકેશન માં સુરત થી માદરે વતન સૌરાષ્ટ્ર માં હજારો લોકો આવે છે. ત્યારે ખાનગી વાહનો દ્વારા ભાવ આસમાને પહોંચાડવા માં આવે છે. ત્યારે સરકાર દ્વારા સુરત થી સૌરાષ્ટ્ર માં આવવા માટે વધારા ની બસો મૂકવામાં આવે છે. આ બસો માં ઉના, ગીર ગઢડા, મહુવા, રાજુલા, જાફરાબાદ,ખાંભા સહિતના તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી આથી આ વિસ્તાર ના લોકો ને ખુબ જ હાડમારી નો સામનો કરવો પડશે છે. અને વધારે ભાડાં ચુકવવા ની નોબત આવશે છે ત્યારે એસટી વિભાગ દ્વારા મુકવામાં આવતી આ એક્સ્ટ્રા બસોમાં ઉના,ગીર ગઢડા, મહુવા, રાજુલા, જાફરાબાદ,ખાંભા સહિતના તાલુકા માટે સુરત થી મુકવામાં આવે તેવી માંગ યુવા કોળી સમાજ (રજી.) ગુજરાત દ્વારા માંગ કરવામાં આવે છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના આ તાલુકા માટે પણ સુરત થી સૌરાષ્ટ્ર માટે બસો ફાળવવામાં આવે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Share with: