November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દીવ માં આજે મુંબઈ થી ૭૩૦ પર્યટકો ને લઈ ને એમ.વી.ઈમ્પ્રેસ ક્રુઝ નુ દીવ મા આગમન થયું, જેના સ્વાગત અર્થે દીવ પ્રશાસન દ્વારા અનેકવિધ તૈયારી ઓ કરવામાં આવી,

Share with:


દીવ માં આજે મુંબઈ થી ૭૩૦ પર્યટકો ને લઈ ને એમ.વી.ઈમ્પ્રેસ ક્રુઝ નુ દીવ મા આગમન થયું, જેના સ્વાગત અર્થે દીવ પ્રશાસન દ્વારા અનેકવિધ તૈયારી ઓ કરવામાં આવી,

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ના દરીયા મા આજે મુંબઈ થી કોર્ડેલીયા સંચાલિત એમ.વી.ઈમ્પ્રેસ ટુરીસ્ટ ક્રુઝ નું આગમન થયું હતુ, આ ક્રુઝ આજે વહેલી સવારે આશરે છ વાગ્યા ની આસપાસ દીવ ના કિલ્લા પાછળ ના દરીયા મા પ્રવેશ કર્યો હતો, ક્રુઝ ના આગમન ને લઈ ને દીવ જેટી પર દીવ પ્રશાસન એ પણ સ્વાગત સત્કાર ની તૈયારી ઓ કરી દીધી હતી, સાથે ક્રુઝે માં આવનાર દરેક પર્યટકો નું કોરોના વેક્સિન નું સર્ટિફિકેટ તથા કોરોના અંગે ની જાણકારી મેળવી હતી, ક્રુઝ માંથી આવનાર પર્યટકો ને પરંપરા ગત તિલક કરી દીવ ની જાણકારી ધરાવતા પેમ્પલેટ આપવામાં આવ્યા, અને કોરોના ગાઈડ લાઈન ને અનુસારી માસ્ક નો અને સેનિટાઈઝર નુ પણ ખાસ ઉપયોગ વગેરે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ, દીવ માં આવેલા પર્યટકો ના જણાવ્યા મુજબ આ ક્રુઝ નો સફર ખૂબજ યાદગાર રહ્યો, તેઓ એ ક્રુઝ ની પ્રસંશા પણ કરી સાથે નાના ભૂલકાઓ એ પણ ક્રુઝ મા સ્વીમીગ પુલ તથા મોજ મસ્તી કરી હતી, આ ક્રુઝ દરેક સુવિધાઓ થી સજ્જ છે,આ ક્રુઝ ૩૦૦૦ જેટલા યાત્રિકો ની ક્ષમતા ધરાવે છે,આ ક્રુઝ ૨૧૦ મીટર ની લંબાઈ ધરાવે છે, આ એમ.વી.ઈમ્પ્રેસ ક્રુઝ નુ સંચાલન કોર્ડેલીયા કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, દીવ આવેલ પર્યટકો આજે સોમનાથ મહાદેવ મંદિર તથા દીવ દર્શન કરશે,અને સાજે ફરી ક્રૂઝ મા પરત આવશે અને રાત્રે ક્રુઝ દીવ થી મુંબઈ માટે રવાના થશે

ઉલ્લેખનીય છે કે આ ક્રુઝ ના આગમન ને લઈ ને દીવ નો પર્યટન ક્ષેત્રે બહોળો વિકાસ થશે, દીવ વાસીઓ ને પણ રોજગાર ધંધા માં નવી દિશા મળશે,

Share with: