November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

સાઉદવાડી ગ્રામ પંચાયત ના સરપંચ સભ્યો તથા આગેવાનો દ્વારા કોવિડ ની ગાઇડ લાઈન અને વેક્સીન વિશે જાગૃતતા લાવવા પ્રયાસ

સાઉદવાડી ગ્રામ પંચાયત ના સરપંચ સભ્યો તથા આગેવાનો દ્વારા કોવિડ ની ગાઇડ લાઈન અને વેક્સીન વિશે જાગૃતતા લાવવા પ્રયાસ

Share with:


સાઉદવાડી ગ્રામ પંચાયત ના સરપંચ સભ્યો તથા આગેવાનો દ્વારા કોવિડ ની ગાઇડ લાઈન અને વેક્સીન વિશે જાગૃતતા લાવવા પ્રયાસ

દીવ ના સાઉદવાડી ગ્રામ પંચાયત માં કોરોના ના વધી રહેલા કેસો ને ધ્યાન રાખતા તથા સાઉદવાડી વિસ્તાર માં કોરોના થી મરનાર નો મૃત્યુ આંક પણ વધતા સરપંચ શંકર ભગવાન જીલ્લા પંચાયત સદસ્યો પટેલો અને આગેવાનો દ્વારા સાઉદવાડી વિસ્તાર માં લોકો ના ઘરે ઘરે જઈને ગ્રામ જનો ને કોવિડ ની ગાઈડ લાઈન ને અનુસરવા જણાવવા મા આવી રહ્યું છે, લોકો ને મોઢા પર માસ્ક પહેરવા, વારંવાર સેનિટાઈઝર નો ઉપયોગ કરવો, સોશ્યલ ડિસ્ટન્સ રાખવુ, જરુરીયાત સિવાય ઘરે થી બહાર નહીં નિકળવું, વગેરે સૂચનો કર્યા હતા, સાથે દીવ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને રેપિડ ટેસ્ટ કરવા મા આવે છે તેથી દરેક જનતા એ સહકાર આપવો, દરેક એ કોરોના વેકસીન લેવી જોઈએ, સોશ્યલ મીડિયા માં ફેલાયેલ અફવા ‌ને ધ્યાન માં નહીં લેવું, કોરોના થી બચવું હોય તો આ તમામ ગાઈડ નું પાલન ફરજિયાત કરવું પડે, આ તમામ ને લઈ સરપંચ શંકર ભગવાન એ સદસ્યો અને આગેવાનો એ લોકો ને અપીલ કરી હતી, કે કોરોના થી બચવા કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરવું અનિવાર્ય છે, આ અભિયાન માં ઉપ સરપંચ શશીકાંત જીવા સોલંકી, સાઉદવાડી કોળી સમાજ ના પટેલ છગન ભાઈ બાવા સોલંકી જીલ્લા પંચાયત સદસ્યો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Share with: